Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરદ્વારકાના બે બુટલેગરોની પાસા હેઠળ ધરપકડ કરતું એલસીબી

દ્વારકાના બે બુટલેગરોની પાસા હેઠળ ધરપકડ કરતું એલસીબી

જામનગર એલસીબી દ્વારા ધરપકડ કરી એકને સુરતની લાજપોર અને બીજાને વડોદરાની જેલમાં ધકેલી દેવાયા

- Advertisement -

જામનગર પોલીસે બે બુટલેગરો વિરૂધ્ધ કાર્યવાહી અંતર્ગત પાસાની દરખાસ્ત કલેકટરે મંજૂર કરતા દ્વારકા જિલ્લાના બંને બુટલેગરોની એલસીબીની ટીમે ધરપકડ કરી સુરત લાજપોર અને વડોદરાની જેલમાં ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં બુટલેગરો ઉપર કડક કાર્યવાહી અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ શરદ પરમાર અને હિરેન વરણવા દ્વારા દ્વારકાના આરંભડા ગામના ભીમાભા રાણાભા કેર અને મેવાસા ગામના રૂપાભા ઉર્ફે રૂપસીંગ વાલાભા માણેક સામે પાસાની દરખાસ્ત રજૂ કરી કલેકટરને મોકલી આપી કલેકટર સૌરભ પારઘી દ્વારા દરખાસ્ત મંજૂર કરાતા પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે દ્વારકા તાલુકાના આરંભડાના ભીમાભા રાણાભા કેરને દબોચી લઇ સુરતની લાજપોર જેલમાં અને મેવાસા ગામના રૂપાભા ઉર્ફે રૂપસીંગ વાલાભા માણેકને વડોદરાની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular