Thursday, February 26, 2026
Homeરાજ્યહાલારલુઆસરમાંથી જુગાર રમતાં પાંચ શખ્સોને ઝડપી લેતું એલસીબી

લુઆસરમાંથી જુગાર રમતાં પાંચ શખ્સોને ઝડપી લેતું એલસીબી

રૂા. 18,700ની રોકડ સહિત રૂા. 1.88 લાખનો મુદામાલ કબ્જે : જામનગરમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા 3 શખ્સ ઝબ્બે : રૂા. 12,400નો મુદામાલ જપ્ત

જામજોધપુર તાલુકાના લુઆસર ગામના વાડી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોએ એલસબીએ રેઇડ દરમ્યાન રૂા. 18,700ની રોકડ અને ત્રણ બાઇક સહિત કુલ રૂા. 1,88,700ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જામનગરના ત્રણ દરવાજા પાસે ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે રૂા. 12,400ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના લુઆસર ગામના વાડી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની અજયભાઇ વીરડા, ક્રિપાલસિંહ જાડેજા, ભયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.

રેઇડ દરમ્યાન એલસીબીની ટીમએ જેન્તી ભનજી મકવાણા, ઇમ્તિયાઝ મુસા કુરેશી, કિશોર બાબુ અજુડિયા, બાવનજી વીરા પરમાર, જયંતી જાદવજી વાદી નામના પાંચ શખ્સોને રૂા. 18,700ની રોકડ, રૂા. 20 હજારની કિંમતના ચાર મોબાઇલ, રૂા. 1,50,000 કિંમતની ત્રણ બાઇક મળી કુલ રૂા. 1,88,700ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

જુગાર અંગે બીજો દરોડો જામનગર શહેરના ત્રણ દરવાજા, ખાંડબજારવાળી શેરીમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતાં કિશન બાના ગડણ, ઇમરાન ઉર્ફે લીંબો કાસમ માડકિયા, મુસ્તાક ઉમર નાયક સહિતના ત્રણ શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફએ રેઇડ દરમ્યાન રૂા. 12,400ની રોકડ, ઘોડીપાસા બે નંગ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular