Saturday, March 7, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ઘરફોડ તસ્કરને દબોચી લેતું એલસીબી

જામનગર શહેરમાંથી ઘરફોડ તસ્કરને દબોચી લેતું એલસીબી

જામનગરના દિગ્જામ મીલ પાસે યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીમાં એલસીબીની ટીમે તસ્કરને દબોચી લઇ સોના-ચાંદીના દાગીના અને ચોરાઉ રોકડ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં દિગ્જામ મીલ આહિર સમાજ સામે યાદવનગર વિસ્તારમાં રહેતા અરસીભાઇ ડાડુભાઇ ડેર નામના યુવાનના બંધ મકાનના તાળા તોડી કબાટમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી. આ ચોરીના બનાવમાં સંડોવાયેલ તસ્કર અંગેની ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે ટીમે વોચ ગોઠવી હતી.

દરમિયાન બાતમી મુજબનો તસ્કર ઉદલ કનૈયા પરમાર (ઉ.વ.19) નામના શખ્સને દિગ્જામ સર્કલ ઓવર બ્રિજ નીચેથી દબોચી લઇ તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.43413ની કિંમતના સોનાના દાગીના, રૂા.5000ની કિંમતના ચાંદીના દાગીના અને રૂા.12000 રોકડ રકમ મળી આવતા એલસીબીએ રૂા.55413ના ચોરાઉ મુદામાલ સાથે ઉદલની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતા ઉદલ બંધ મકાનોના તાળા તોડીને ચોરીને અંજામ આપતો હોવાની કેફીયત આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular