દેવભૂમિ દ્વારકા એલસીબી અને ભાણવડ પોલીસ દ્વારા બરડા ડુંગરમાં ધામણીનેશમાં રેઈડ દરમિયાન પોલીસે રૂા.6240 નો દેશી દારૂ બનાવવાનો આથો કબ્જે કરી નાશી ગયેલા બુટલેગરોની શોધખોળ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, દ્વારકા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય દ્વારા અપાયેલી સૂચના મુજબ ડીવાયએસપી નલવયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ કે.કે. ગોહિલ, પીએસઆઈ એસ.વી. ગરચર, ભાણવડ પીએસઆઈ પી.ડી.વાંદા, એલસીબીના એએસઆઈ મશરીભાઇ ભારવડિયા, જયદેવસિંહ જાડેજા, હેકો પરેશ સાંજવા, લાખા પીંડારીયા, જેસરસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પો.કો. દેવરામભાઈ મોઢવાડીયાના તથા ભાણવડના એએસઆઈ ગીરીશ ગોજિયા, હેકો કિશોરસિંહ જાડેજા, કેસુર માડમ, પો.કો. વિપુલ મોરી, મનહરસિંહ જાડેજા, નારણ બેલા, મયુર પીપરોતર, મેરામણ કનારા, અજય ભારવડિયા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન બરડા ડુંગરના ધામણીનેશમાંથી પરબત જીવણ રબારીના સ્થળેથી દેશી દારૂ બનાવવાનો 800 રૂપિયાનો 400 લીટર દેશી દારૂ તથા લાખા સામત રબારીના સ્થળેથી 1200 રૂપિયાની કિંમતનો 600 લીટર દેશી દારૂ તથા ડાયા દેવા રબારીના સ્થળેથી 4240 રૂપિયાની કિંમતનો 2120 લીટર આથો મળી આવતા પોલીસે કુલ રૂા.6240 ની કિંમતનો 3120 લીટર દારૂ બનાવવાનો આથો કબ્જે કર્યો હતો.
તેમજ પોલીસે રેઈડ દરમિયાન નાશી ગયેલા પરબત જીવણ રબારી, લાખા સામત રબારી, ડાયા દેવા રબારી નામના શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.