જામનગર તાલુકાના લાવડિયા ગામ નજીક ખોખરાધારમાં સેઢા પાસેના ખેતરમાં ભેંસો ચરવા બાબતે રજૂઆત કરતા શખ્સે મહિલાને અપશબ્દો બોલી લાકડાના બડીકા વડે માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના લાવડિયા ગામ પાસેથી ખોખરાધાર નજીકના ખેતરમાં મજૂરીકામ કરતી મહિલાએ તેના ખેતરમાં ભેંસો આવવાના પ્રશ્ર્ને લાવડિયાના અનુભા દરબારને કહ્યું કે, ભેંસો અમારા ખેતરમાં આવે છે. જેથી ઉશ્કેરાયેલા શખ્સે મહિલાને અપશબ્દો બોલી અને હાથમાં રહેલા લાકડાના બડીકા વડે હુમલો કર્યો હતો તેમજ જાતિ પ્રત્યે અપમાનિત કરી હતી. હુમલાના બનાવ અંગેની જાણ કરતા ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ તથા સ્ટાફે મંજુબેનના નિવેદનના આધારે એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધર હતી.