Sunday, October 20, 2024
Homeરાજ્યસાંસદ પૂનમબેન માડમ દ્વારા જાળીયા દેવાણી-મોટા પાંચદેવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં બે એમ્બ્યુલન્સનું...

સાંસદ પૂનમબેન માડમ દ્વારા જાળીયા દેવાણી-મોટા પાંચદેવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં બે એમ્બ્યુલન્સનું લોકાર્પણ

જિલ્લાના અંતરિયાળ વિસ્તારના 20 જેટલા ગામોને રૂા. 17 લાખના ખર્ચે મંજૂર થયેલ આ એમ્બ્યુલન્સ સેવાનો ફાયદો મળશે : સાંસદ

- Advertisement -

જામનગર જિલ્લાના મોટા પાંચદેવડા અને જાલીયા દેવાણી ગામોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સાંસદ પૂનમબેન માડમના હસ્તે અત્યાધુનિક એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ. 17 લાખના ખર્ચે મંજૂર થયેલ આ સેવાથી આ બંને ગામોનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ખુબ મોટી રાહત મળી છે. તેમજ આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં આવેલ 20 ગામોને પણ આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળશે.

- Advertisement -

આ પ્રસંગે સાંસદએ જણાવ્યું હતું કે જ્યારે કોવિડ-19ની ગંભીર પરિસ્થિતિમાંથી આપણે સૌ પસાર થયા છીએ, ત્યારે એ અતિ આવશ્યક છે કે જિલ્લાના છેવાડાના ગામોમાં પણ આરોગ્યની સુવિધા હંમેશા ઉપલબ્ધ રહે. આ એમ્બ્યુલન્સ સેવાથી હવેથી ઘર આંગણે જ આપણને સારવાર મળી રહેશે. આ સેવાથી સગર્ભા માતાઓ અને બાળકોને પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને સતત ગામડાંઓના વિકાસ માટે જાગૃત અને પ્રયત્નશીલ છે. જામનગર જિલ્લા અને ખાસ કરીને ધ્રોલ તાલુકાના સતત વિકાસને પગલે આજે આપણને આંતરરાષ્ટ્રીય સ્તર પર નવી ઓળખ પ્રાપ્ત થઈ છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના ચેરમેન વિનુભાઈ વાડોદરીયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ એમ.પી. કાંગરિયા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, જિલ્લા પંચાયત દંડક ગીરીશભાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડી.ડી. જીવાણી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કાજલબેન સંઘાણી, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નીતાબેન પરમાર, અનુસૂચિત જાતિ મોરચાના જામનગરના મહામંત્રી એમ.ડી. મકવાણા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ભીમજીભાઈ મકવાણા, ધ્રોલ શહેર પ્રમુખ સમીરભાઈ શુક્લ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને સી.ડી.એચ.ઓ. પી.એન. કનર, આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચો, ઉપસરપંચો, આગેવાનો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યકરો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular