ગુજરાત સરકાર દ્વારા આજરોજ જામનગર સહિત રાજ્યભરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જામનગરમાં દશ સ્થળો સહિત 155 કેન્દ્રો પર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના શરુ કરવામાં આવી છે. જેમાં શ્રમિકોને માત્ર રૂા. 5માં ભોજન મળી રહેશે. જામનગર શહેરમાં રામેશ્ર્વરચોક ખાતે જામનગર-78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રિવાબા જાડેજાએ શ્રમિકો સાથે પ્રથમ ભોજન કરી આ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ તકે શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, કોર્પોરેટર સુભાષભાઇ જોશી, કિશનભાઇ માડમ, ડિમ્પલબેન રાવલ, સરોજબેન વિરાણી ઉપરાંત ભાજપાના ભાવિશાબેન ધોળકીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.