જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જી.જી.હોસ્પિટલ દર્દીઓથી ઉભરાતા હાઉસફુલ થઇ ચૂકી છે. જામનગર ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ દર્દીઓ અહીં કોરોનાની સારવાર માટે આવી રહ્યા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા જી.જી.હોસ્પિટલમાં આવતાં દર્દીઓના પરિવારજનો માટે હેલ્પડેસ્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જી.જી.હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ વિશેની માહિતી તેમના પરિવારજનોને મળી શકશે.
કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં દર્દીઓની સ્થિતિ અંગે પરિવારજનો ને માહિતી મળતી રહે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા જી.જી.હોસ્પિટલના ગેઇટ પાસે આવેલી કેન્ટીંન નજીક હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોવિડ-19ના દર્દીઓને પરિવારોને આસરો લેવા માટે જામનગર શહેરમાં આવેલ આશ્રય સ્થાનોની માહિતી મળી શકશે. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ કોવિડ-19ના દર્દી વિશે માહિતી મેળવવા ફોનં નં.0288 2553152, 0288 2553153, 0288 2553167, 0288 2553168નો સંપર્ક કરવા યાદી જણાવે છે.