Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારલતીપુર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના બ્રાન્ચ મેનેજર દ્વારા કરોડોની ઉચાપાત

લતીપુર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના બ્રાન્ચ મેનેજર દ્વારા કરોડોની ઉચાપાત

ખાતેદારોના ખાતામાં મંજૂરી કે જાણ વગર લોન લિમિટનો ગેરઉપયોગ : લોન કલોઝ કર્યા વગર નોડયુ સર્ટીફિકેટ આપી દીધા : બેંકમાંથી રૂા.1.56 કરોડની ઉચાપાત : પ્રોપર્ટી અને કાર ખરીદ કરી : અમુક રકમ સગા સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરી

- Advertisement -

ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના બ્રાન્ચ મેનેજર દ્વારા ગ્રાહકોના ખાતામાંથી તેમની મંજૂરી વગર લોન લીમીટનો ઉપયોગ કરી ઓનલાઈન સિસ્ટમમાં ખોટા ટ્રાન્જેકશન કરી રૂા.1.56 કરોડની માતબર રકમ તેના સગા સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરી અંગત વપરાશ માટે ઉચાપાત કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા શાખાના મેનેજર નયનકુમારસિંગ રાધાવિનોદસિંગ નામના બ્રાન્ચ મેનેજરે જાન્યુઆરી 2021 થી જુલાઈ 2023 સુધીના સમયગાળા દરમિયાન તેની બેંકના ખાતેદારોની માંગણી કરી મંજૂરી વગર તેઓના ખાતામાં લોન લીમીટનો ઉપયોગ કર્યો હતો અને કોઇપણ જાતના વાઉચર કે ચેક લીધા વગર ઓનલાઇન સીસ્ટમમાં બોગસ ટ્રાન્જેકશન કર્યા હતાં. ઉપરાંત અમુક લોનધારકોની લોન કલોઝ કર્યા વગર નોડયુ સર્ટીફિકેટ આપી દીધા હતાં. તેમજ અમુક ખાતેદારોના ખાતામાં બોગસ ટ્રાન્જેકશન કરવામાં આવ્યા હોવાનું ખુલતા આ પ્રકરણની તપાસમાં બ્રાન્ચ મેનેજરે કુલ રૂા.2,16,43,393 ના બોગસ ટ્રાન્જેકશન કરવામાં આવ્યાં હતાં.

તેમજ મેનેજર દ્વારા લતીપુર બ્રાન્ચના ખાતેદારોની ખોટી રીતે લોન ચાલુ કરી બોગસ ટ્રાન્જેકશન કર્યા હતાં અને લોન ધારકોની લોન બંધ કરવા માટે બેંકની મુળીમાંથી કુલ રૂા.1,56,57,993 રૂપિયા ભરપાઈ કરવા માટે ઉપાડીને મેનેજરે તેના સગા સંબંધીઓના બેંક ખાતામાં જ ટ્રાન્સફર કરી દીધા હતાં ઉપરાંત આ રકમ દ્વારા પ્રોપર્ટી અને કારની ખરીદી પણ કરી લીધી હતી. દોઢ કરોડની ઉચાપાત અંગેની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારી નરેશભાઈ ઠાકુર દ્વારા કરવામાં આવતા પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે મેનેજર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular