Tuesday, December 24, 2024
Homeઆંતરરાષ્ટ્રીયચંદ્રગ્રહણ બાદ નેપાળમાં મોડી રાત્રે ભૂકંપ

ચંદ્રગ્રહણ બાદ નેપાળમાં મોડી રાત્રે ભૂકંપ

6.3ની તીવ્રતાના ભૂકંપે નેપાળમાં મચાવી તબાહી : એક મકાન તૂટી પડતાં 6 લોકોના મોત : ઉત્તર ભારતમાં પણ અનુભવાયા 5.8ની તીવ્રતાના આંચકા

- Advertisement -

ભારત, ચીન અને નેપાળમાં મંગળવારે મોડી રાતે 1.57 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપનુ કેન્દ્ર નેપાળ હતુ. સૌથી વધારે તબાહી નેપાળમાં મચી છે. ત્યાં ડોટીમાં એક ઘર ધરાશાયી થતા 6 લોકોના મોત નીપજ્યા છે. 5 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. ડોટીમાં 6.6 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. મૃતકોમાં એક જ પરિવારના 3 લોકો સામેલ છે. ભૂકંપમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નેપાળમાં સેના રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. ઉત્તરાખંડના પિથૌરાગઢમાં બુધવારે સવારે 6.27 વાગે ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા. જેની તીવ્રતા 4.3 હતી.

- Advertisement -

મંગળવારે મોડી રાત્રે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લગભગ ભૂકંપના આંચકા આવ્યા, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા. મધ્યરાત્રિએ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભારતમાં નેપાળ સરહદ નજીક ઉત્તરાખંડના પિથૌરાગઢ નજીક સૌથી વધુ 6.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. આ સાથે જ સમગ્ર ઉત્તર ભારતમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનુ કેન્દ્ર પિથૌરાગઢથી લગભગ 90 કિમી દૂર નેપાળમાં હતુ. ભારતમાં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. લખનૌમાં પણ આંચકાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી. ઞજૠજ અનુસાર ભૂકંપનુ કેન્દ્ર નેપાળમાં દિપાયલથી 21 કિમી દૂર હતુ. અહીં મંગળવારે મોડી સાંજે પણ બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા 4.9 અને 3.5 હતી. અગાઉ ઉત્તરાખંડમાં રવિવારે સાંજે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમે ભૂકંપ વાળા રાજ્યોમાંથી જાણકારી મેળવી છે. અત્યાર સુધી દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં જાનહાનિના સમાચાર નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular