Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગાંધીનગર કલેકટર કચેરીનો લેન્ડ સર્વેયર એક લાખની લાંચ લેતા ઝડપાયો

ગાંધીનગર કલેકટર કચેરીનો લેન્ડ સર્વેયર એક લાખની લાંચ લેતા ઝડપાયો

- Advertisement -

ગાંધીનગર એસીબીને ખાનગી રાહે એવી હકીકતને આધારે ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીની જમીન દફતર શાખાનો સિનિયર લેન્ડ સર્વેયરને એક લાખની લાંચ લેતાં એસીબીના હાથે રંગેહાથ ઝડપાયો હતો.

- Advertisement -

મળતી વિગતો અનુસાર ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે આવેલ જિલ્લા જમીન દફતરની કચેરીમાં રી-સર્વે રેકર્ડ પ્રમોગલેશન અન્વયે આવેલ અરજીઓમાં ક્ષતિઓ સુધારવા અંગેની કામગીરી કરવા સુધારો કરી ઝડપી નિકાલ કરવા અધિકારી અને કર્મચારીઓ દ્વારા અરજદારોની આવેલ રી-સર્વેની અરજીઓમાં ક્ષતિઓ સુધારી ઝડપી નિકાલ કરવાના અવેજ પેટે રૂ.50 હાજર થી રૂ.1 લાખ સુધીની સુધીની લાંચ ઉઘરાવવામાં આવી રહી છે.ત્યારે હકીકતની સત્યતા તપાસવા માટે રી-સર્વે કામની અરજી આપેલ અરજદારનો એસીબીએ સંપર્ક કરી ડિકોયર તરીકે સાથ સહકાર મેળવવામાં આવ્યો હતો. બાદમાં ડિકોયરની રી-સર્વેના કામની અરજીમાં ક્ષતિઓનો સુધારો કરી ઝડપી નિકાલ કરવા જિલ્લા જમીન દફતરની કચેરીના અતુલ વ્યાસનો સંપર્ક કર્યો હતો.

ત્યારે અતુલ વ્યાસે ડિકોયર પાસે એક લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે લાંચની રકમ ડિકોયર આપવા માંગતા ના હોય એસીબીનાં મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવિઝન હેઠળ પીઆઈ એસ.ડી.ચૌધરીએ કલેક્ટર કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. બાદમાં ડિકોયર સાથે અતુલ વ્યાસે હેતુલક્ષી વાતચીત કરી 1 લાખની લાંચ સ્વીકારવામાં આવી હતી. એ દરમ્યાન જ એસીબીની ટીમે લાંચીયાં અતુલ વ્યાસને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular