Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરલાલપુરના સણોસરીમાં 24 વર્ષ પહેલાં મંજૂર થયેલા દવાખાના માટે જમીન ફાળવાઇ નથી..!!

લાલપુરના સણોસરીમાં 24 વર્ષ પહેલાં મંજૂર થયેલા દવાખાના માટે જમીન ફાળવાઇ નથી..!!

જામનગર કલેક્ટર કચેરી ખાતે જીલ્લા ફરિયાદ અને સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં જામજોધપુર-લાલપુર મત વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવા ઉપસ્થિત રહ્યા હતા.હમેશા પ્રજાહિતના પ્રશ્નોને વાચા આપવા માટે જાણીતા હેમંતભાઈ ખવાએ અનેક પ્રશ્નો રજુ કરી સચોટ અને ધારદાર દલીલો કરી હતી. અંતે અધિકારીઓને જરૂરી નિર્દેશો કરી પ્રશ્નોના નિવારણ લાવવામાં સફળ રહ્યા હતા.

- Advertisement -

જામજોધપુર તાલુકાના બમથીયા ગામે છેલ્લા ઘણા સમયથી ગૌચરની જમીનના 7-12 તથા 8-અ નીકળવાના બંધ થઇ ગયા હતા. આ બાબતે ગ્રામજનો દ્વારા હેમંતભાઈ ને રજૂઆત કરતા આ પ્રશ્નો સંકલનમાં લેવાયો હતો. ડીસેમ્બર મહિનામાં રજુ કરેલ આ પ્રશ્નોનું ધારદાર રજૂઆત બાદ નિરાકરણ મળ્યું હતું અને જમીનના 7-12 તથા 8-અ નીકળવાના ચાલુ કરાવ્યા હતા. વધુમાં ધારાસભ્યએ તંત્રને ટકોર કરી હતી કે કોઈ ગામની ગૌચરની જમીનના રેકર્ડ બંધ થઇ જાય એ તપાસવાની જવાબદારી તંત્રની છે આથી આ સિવાયના કોઈ ગામમાં આવા પ્રશ્નો હોય તો તાત્કાલિક તેનું નિરાકરણ લાવવા અધ્યક્ષ દ્વારા સુચના અપાઈ હતી.

જામજોધપુર તાલુકાના બાવડીદળ ગામે વર્ષો પહેલા એરફોર્સ દ્વારા ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી. એરફોર્સ દ્વારા ઉક્ત ખેડૂતોને વળતર આપવામાં ના આવતા સમગ્ર મામલો ધારાસભ્ય પાસે પહોંચ્યો હતો. આ બાબતે ડીસેમ્બર મહિનાની બેઠકમાં આ પ્રશ્નો રજુ કરી હેમંત ખવાએ ધારદાર દલીલો કરી હતી. અંતે કોર્ટનો નિર્ણય આવી જતા આ તમામ ખેડૂતોને વળતર ચુકવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

લાલપુર તાલુકાના સણોસરી ગામે આજથી 24 વર્ષ પહેલા વર્ષ 2000 માં હોમિયોપેથી દવાખાનું મંજુર થયું હતું પરંતુ તંત્રની બેદરકારીના લીધે હજુ સુધી આ દવાખાના માટે જમીન ફાળવવામાં આવી નથી. આ બાબતે ગ્રામજનો દ્વારા હેમંતભાઈ ને રજૂઆત કરાતા આ બાબતે સંકલનમાં પ્રશ્નો રજુ કરી તંત્રની પોલ ખોલી હતી. આ બાબતે ઉગ્ર રજૂઆત કરતા હેમંત ખવાએ જણાવ્યું હતું કે જો આપણે એક મંજુર થઇ ગયેલા દવાખાના માટે 24 વર્ષમાં સરકારી જમીન ના ફાળવી શકીએ તે ખુબ જ ગંભીર બાબત છે. માન અધ્યક્ષ દ્વારા તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવા સુચના અપાઈ હતી.

જામજોધપુર-લાલપુર તાલુકાના ગામોમાં જંગલી પશુઓના ત્રાસના કારણે ખેડૂતોને રાતરે પાણી વાળવામાં ખુબ જ અગવડતા થતી હોય આ બાબતે ખેડૂતોએ પીજીવીસીએલની કચેરીમાં રજૂઆત કરતા પીજીવીસીએલના અધિકારીઓએ ખેડૂતોને આ બાબતે વનવિભાગનો દાખલો લઇ આવવા જણાવ્યું હતું જેથી સમગ્ર મામલો હેમંત ખવા પાસે પહોચ્યો હતો. હેમંત ખવાએ આ બાબતે સંકલનમાં પ્રશ્ર્ન રજુ કરી પીજીવીસીએલના અધિકારીઓનો ઉઘડો લીધો હતો. હેમંત ખવાએ જણાવ્યું હતું કે વનવિભાગનો દાખલો લેવો એ ખેડૂતોની જવાબદારી નથી. હેમંત ખવાએ પીજીીસીએલના અધિકારીઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં જે-જે ગામોમાં જંગલી પશુઓના ત્રાસ છે તેવા ગામોમાં દિવસે વીજળી આપવામાં નહિ આવેતો ગ્રામજનોને સાથે રાખી સામુહિક બીલ ના ભરવાનું અંદોલન કરવાની ફરજ પડશે.

- Advertisement -

જામજોધપુર-લાલપુર તાલુકાના પરા વિસ્તારોમાં ગ્રામ જ્યોતિ અંતર્ગત ઘર વપરાશના વીજ જોડાણો આપવા માટે હેમંત ખવાએ ધારદાર રજૂઆત કરી હતી. જેમાં જામજોધપુર તાલુકાના બુટાવદર અને તરસાઇ તેમજ લાલપુર તાલુકાના પડાણા (શિવપરા), સરધુના વાડી વિસ્તાર તથા ખડખંભાળીયાનો ઉલ્લેખ કરાયો હતો. આ બાબતે પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે શિવપરા માં 33 અરજીઓ પૈકી 28 અરજીઓમાં વીજ જોડાણ અપાઈ ગયા છે બાકી રહેલા પરા વિસ્તારોમાં તાત્કાલિક કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.

ગામડાઓમાં વાડી વિસ્તારની સરકારી શાળાઓમાં ગ્રામ જયોતિ યોજના હેઠળ કનેક્શન આપવા બાબતે હેમંત ખવાએ પ્રશ્નો રજુ કર્યો હતો. જેમાં પીજીવીસીએલ દ્વારા એવો જવાબ આપી દેવામાં આવ્યો હતો કે જામજોધપુર-લાલપુર તાલુકાની કોઈ અરજી હાલ પડતર નથી ત્યારે હેમંત ખવાએ વિરેશ્વર વાડી શાળા- વાવડી અને ગોવાણા શાળાની અરજીઓ રજુ કરી અધિકારીઓની પોલ ખોલી હતી. અધ્યક્ષએ આવા ખોટા જવાબો રજુ કરવા બાબતે પીજીવીસીએલના અધિકારીઓને કડક સુચના આપી હતી અને પડતર અરજીઓના તાત્કાલિક નકાલ માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી હતી.

જામનગર ખીજડીયા ચોકડી પાસે આવેલી સમરસ કુમાર તથા ક્ધયા છાત્રાલય થી જામનગર આવવા જવા માટે બસ ચાલુ કરવા બાબતે હેમંત ખવાએ પ્રશ્ર્ન રજુ કરી તાત્કાલિક. કાર્યવાહી કરવા ભલામણ કરી હતી. આમ પ્રજાહિતના અનેક પ્રશ્નો રજુ કરી હેમંત ખવા આ બેઠકમાં સચોટ રજૂઆત અને દલીલોના અંતે અનેક પ્રશ્ર્નોમાં પરિણામલક્ષી કામગીરી કરાવી નિરાકરણ લાવવામાં સફળ રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular