ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યુ હતુ કે ખાનગી લેન્ડ ગ્રેબિંગના કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ અને પાસાના કિસ્સાઓ જ કોર્ટ સામે આવે છે. સરકારી જમીન કે ગૌચરની જમીનમાં પાસા થયા હોય તેવી બે ફરિયાદ તો બતાવો એમ કહેતા ઉમેર્યું હતુ કે સરકારી જમીનોમાં કેમ લેન્ડ ગ્રેબીંગ થતુ નથી ?
હાઇકોર્ટના જસ્ટીસ પરેશ ઉપાધ્યાય અમરેલી ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટના ગુજરાત લેન્ડ ગ્રેબીંક કાયદા સામે પાસા લાગુ પાડવાના કેસની સૂનાવણી કરી રહ્યા હતા. આ બાબતે જજે કહ્યુ કે આ દરેક ખાનગી વિવાદો છે, સરકારી જમીન હડપ કરવાનો એક કેસ તો બતાવો. તેમણે વધુમાં ટિપ્પણી કરી હતી કે ભાડૂઆત અને મકાનમાલિકના અનેક કિસ્સાઓ આવે છે. તેમાં ઘણી વખત પાસાનો ઉપયોગ કરવામાં આવે છે. ગૌચરની જમીનોમાં હોટેલો બાંધવામાં આવે છે આવો એકાદ કેસ તો બતાવો એમ કહીને સરકારનોઉધડો લીધો હતો.
કોર્ટે પોતાના અવલોકનમાં કહ્યુ કે ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટને ચાહે મંજૂરી હોય કે નહી છતા મકાન જમીન વિવાદમાં પડવામાં રસ હોય તેવુ લાગે છે. પરંતુ સરકારી જમીનોમાં તેમને કેમ રસ નથી. સરકાર એવી જાહેરાત કરે છે કે અમે લેન્ડ ગ્રેબિંગની આટલી ફરિયાદો કરી છે, પરંતુ તેમાંથી ખાનગી જમીનોની ફરિયાદો કેટલી અને સરકારી જમીનોની ફરિયાદો કેટલી તેનો જવાબ સરકાર પાસે છે ? ક્લેક્ટરો ખાનગી જમીનમાં વિવાદમાં કાર્યવાહી ન કરવી જોઇએ તેવું નથી કહેતા પરંતુ તેઓ ગૌચર અને સરકારી જમીનના દબાણો અંગે કાર્યવાહી કરવા માટે પણ આટલાં જ ઉત્સાહિત છે?
પ્રવર્તમાન કેસમાં જે મહિલા સામે પાસા લગાવવામાં આવ્યો હતો તે સમજાવવા માટે જવાબ રજૂ કરતા જજ રોષે ભરાયા હતા અને કહ્યુ હતુ કે જો આ મહિલાને તડીપાર કરવામાં આવે તો પણ એ વકીલની મદદ લઇ શકે છે. પણ પાસા કરવામાં આવે તો એને કાર્યવાહી કરવામાં લાંબો સમય નીકળી જાય. કોર્ટે આ કેસનો ચૂકાદો હાલ પૂરતો અનામત રાખ્યો છે.
લેન્ડ ગ્રેબિંગ માત્ર ખાનગી જમીનોમાં જ થાય છે ?!: નવો પ્રશ્ન
સરકાર અને સ્થાનિક અધિકારીઓ, કશુંક છૂપાવી રહ્યા હોવાની વડીઅદાલતને આશંકા