Monday, December 23, 2024
Homeરાજ્યરેટા કાલાવડ ગામે સરકારી જમીન ઉપર દબાણ કરતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ...

રેટા કાલાવડ ગામે સરકારી જમીન ઉપર દબાણ કરતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગની વધુ એક ફરિયાદથી દબાણકારોમાં ફફડાટ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અન્યની જમીન પચાવી પાડવાના ગુનાઓ દિવસે દિવસે સામે આવી રહ્યા છે. જે સંદર્ભે આવા તત્વો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદો નોંધાવાઈ રહી છે. ભાણવડના રેટા કાલાવડ ગામે સરકારી જમીન ઉપર બાંધકામ મારફતે દબાણ આચરવા સબબ સ્થાનિક નાયબ મામલતદારની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે રેટા કાલાવડ ગામના એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ભાણવડ ખાતે રહેતા અને નાયબ મામલતદાર સાથે સણખલાના ઈન્ચાર્જ સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભીખાભાઈ ખીમજીભાઈ પરમારએ સણખલા ગામના રહીશ નાથા નાંઝા કારાવદરા નામના એક શખ્સ સામે ભાણવડ પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપી શખ્સ દ્વારા સરકારની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર રેટા કાલાવડ ગામના સરકારી ખરાબાના ખાતા નંબર 428 ના રેવન્યુ સર્વે નંબર 101 (જુના 384 પૈકી એક) ની આશરે 20 એકર જેટલી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરી, જમીન વાવી ખેડી અને આ જમીનમાં ગેરકાયદેસર રીતે પોતાનું રહેણાંક મકાન બનાવી આ જમીન ઉપર કબજો કરી લીધો હતો.

જંત્રી મુજબ રૂપિયા 12 લાખ 95 હજાર જેટલી કિંમત ધરાવતી આ જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવા સબબ ભાણવડ પોલીસે નાયબ મામલતદારની ફરિયાદ પરથી નાથા કારાવદરા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular