Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયલાલુની સ્થિતિ ગંભીર, દિલ્હી AIIMSમાં સારવાર ચાલુ

લાલુની સ્થિતિ ગંભીર, દિલ્હી AIIMSમાં સારવાર ચાલુ

- Advertisement -

લાલુ યાદવની તબિયત ધીરે-ધીરે વધુ ખરાબ થઈ રહી છે. મોડી રાતે તેમને પટનાથી દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેમની સ્થિતિ નાજુક છે. તેજસ્વી યાદવે કહ્યું કે તેમનું સંપૂર્ણ ચેકઅપ કરવામાં આવશે. તે પછીથી સારવાર શરૂ કરવામાં આવશે. હાલ તેમની બોડી મુવમેન્ટ બંધ છે. તેજસ્વીએ જણાવ્યું કે પિતાને ઘણી બધી દવાઓ અપાઈ રહી છે. હાલ જે પણ કોમ્પલિકેશન છે, તેને દૂર કરનારી દવાની કોઈ અસર હાર્ટ કે કિડની પર ન પડે તે માટે તેમને એમ્સમાં લાવવામાં આવ્યા છે.

- Advertisement -

તેમના લીવર/કિડનીને ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત ચાલી રહી છે. તેમનું ક્રિએટિનિન 4 જેટલું હતું, જેને વધારીને 6 ઉપર લઈ જવામાં આવ્યું છે. ચેસ્ટમાં પણ તકલીફ હતી. બે-ત્રણ દિવસ ફીવર પણ રહ્યો હતો. દવાઓનો ડોઝ વધુ થઈ જતા તકલીફ થઈ હતી. રાજદના પ્રવક્તા અને રાજદના વરિષ્ઠ નેતા ચિત્તરંજન ગગને દિલ્હી એરપોર્ટનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં લાલુ પ્રસાદને મળવા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આવ્યા હતા. ગગને તેઓ ઝડપથી સ્વસ્થ્ય થઈને આપણા બધાની વચ્ચે આવે તેવી પ્રાર્થના કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular