લાલપુર યાર્ડ ખાતે આજે બીજા દિવસે પણ ટેકાના ભાવે ચણા વહેંચવા આવેલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની ઉપજનો ઉંચો ભાવ આવે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવાનું શરૂ કર્યુ છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમની ઉપજનો ઉંચામાં ઉંચો ભાવ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા રાજ્યના માર્કેટીંગ યાર્ડોમાં ટેકાના ભાવે ખરીદીઓ કરવામાં આવી રહી છે અને છેલ્લાં થોડાસમયથી ખેડૂતોને તેમની ઉપજોનો ઉંચામાં ઉંચો ભાવ પણ મળી રહ્યો છે. ત્યારે જામનગર તાલુકાના લાલપુર એપીએમસી ખાતે છેલ્લાં બે દિવસથી વહેલીસવારથી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમ કે સોમવારથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. જેથી આ પંથકના ખેડૂતો વહેલીસવારથી જ તેમના વાહનો સાથે ચણાના વેંચાણ માટે આવતા હોય છે. આ ખેડૂતોના વાહનોની બીજા દિવસે પણ લાંબી કતારો જોવા મળી હતી.