તા. 2 ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી વન્યજીવન પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે, જામનગરની લાખોટા નેચર ક્લબ દ્વારા શહેરમાં વૃક્ષોને અડચણરૂપ બિનજરૂરી જાહેરાતના બોર્ડ વિગેરે દુર કરવાનો કાર્યક્રમ મહાનગરપાલિકાના સહકારથી યોજવામાં આવ્યો હતો. જામનગરની પર્યાવરણ ક્ષેત્રે સતત કાર્યરત લાખોટા નેચરલ ક્લબ દ્વારા વન્યજીવન પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકાની ટીમ, ટ્રેકટર અને કર્મચારીઓ સાથે, ફાયર બ્રિગેડના સહયોગથી લાખોટા નેચર કલબના સુભાષ ભાઈ ગંઢા, સંદીપ વ્યાસ, સૂરજ જોશી, કમલેશ રાવત, જય ભાયાણી વિગેરેએ શહેરના મુખ્ય માર્ગો પર વૃક્ષ પર નડતરરૂપ સાઈનબોર્ડ, લોંખડની ખીલીઓ, બિન જરૂરી ટ્રી ગાર્ડ દૂર કરવામાં આવ્યા હતા.