Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરલાખોટા મ્યુઝિયમ પર વિજળી પડવાથી નુકસાન

લાખોટા મ્યુઝિયમ પર વિજળી પડવાથી નુકસાન

- Advertisement -


- Advertisement -

જામનગરમાં રણમલ તળાવ વચ્ચે આવેલા લાખોટા કોઠા પર વિજળી પડતાં અહીં સ્થિત મ્યુઝિયમને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. મ્યુઝિયમમાં થયેલા નુકસાનની તસવીરો સામે આવી છે. ત્યારે સત્તાધિશો તરફથી આ અંગે હજૂ સુધી ફોડ પાડવામાં આવ્યો નથી. લાખોટા મ્યુઝિયમ પર વિજળી પડવાના કારણે કોઠાની ઇમારત તથા અંદરની પુરાતન વસ્તુઓને નુકસાન પહોંચ્યાનું જાણવા મળ્યું છે. જો કે, વિજળી પડવાની આ ઘટના અંગે મ્યુઝિયમ સત્તાધિશો કે જામ્યુકોના અધિકારીઓનો સંપર્ક થઇ શકયો નથી. જેને કારણે કેટલું નુકસાન થયું? તેનો આંકડો કે તાગ મેળવી શકાયો નથી. જવાબદારો દ્વારા આ અંગે સર્વે કરવામાં આવ્યા બાદ કોઇ ચોક્કસ તારણ રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular