Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારભાટિયામાં શ્રમિકનું વીજ શોકથી મૃત્યુ

ભાટિયામાં શ્રમિકનું વીજ શોકથી મૃત્યુ

કુરંગા ગામે યુવાનનો હૃદયરોગના હુમલાથી મોત

- Advertisement -

ભાટિયામાં રહેતા અને મજૂરીકામ કરતાં 19 વર્ષના યુવાનને મજૂરી કામ કરતી વખતે ઇલેકટ્રીકટ મોટરને અડી જતાં વિજ શોક લાગતાં મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. કુરંગા ગામે યુવાનને હૃદયરોગનો હુમલો આવતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ મધ્ય પ્રદેશ રાજ્યના ઇન્દોર જિલ્લાના મૂળ વતની અને હાલ ભાટિયા ગામે રહી અને મજૂરી કામ કરતા આકાશ સંતોષભાઈ ભુરીયા નામના 19 વર્ષના યુવાનને ગત તા. 16 ના રોજ ભાટિયામાં આવેલી એક ફેક્ટરીમાં મજુરી કામ કરતી વખતે ઇલેક્ટ્રીક મોટરને અડકી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સંતોષભાઈ ભુરીયા (ઉ.વ. 42) એ કલ્યાણપુર પોલીસને કરી છે.

બીજો બનાવ દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી એક ખાનગી કંપનીની લેબર કોલોનીમાં રહેતા અને દેવટીયા જિલ્લાના અહિરોલી ગામના મૂળ વતની જયરામ ઇન્દર યાદવ (ઉ.વ. 49) ને હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ દ્વારકા પોલીસમાં કરાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular