જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલા પ્રધાનમંત્રી આવાસ સાઈટ પર કામ કરતા યુવાનનું ત્રીજે માળેથી પટકાતા બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, ઉત્તરપ્રદેશના વારાણસી જિલ્લાના સોલાપુર તાલુકાના દાનગંજ ગામના વતની રાધેશ્યામ શિવબચન સુવારી (ઉ.વ.25) નામનો યુવાન ગઈકાલે બુધવારે સવારના સમયે ખોડિયાર કોલોની પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલા પ્રધાનમંત્રી આવાસની સાઈટ પર ત્રીજામાળે મજૂરી કામ કરતો હતો ત્યારે અચાનક નીચે પટકાતા બેશુદ્ધ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ તેજુભાઈ બિંદુ દ્વારા કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.