Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરદરેડના કારખાનામાંથી બાળ મજૂરને મુકત કરાવતા શ્રમ અધિકારી

દરેડના કારખાનામાંથી બાળ મજૂરને મુકત કરાવતા શ્રમ અધિકારી

જામનગર તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા બ્રાસપાર્ટના કારખાનાના માલિક દ્વારા બાળ મજૂરો પાસે કામ કરાવતા સ્થળે શ્રમ અધિકારીએ બાળ મજૂરને છોડાવીને કારખાનેદાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં પ્લોટ નં.723 માં આવેલા રાજ એન્ટરપ્રાઈઝના માલિક પ્રિતેશ ગીરધર વૈષ્ણવ દ્વારા 14 વર્ષથી નાની ઉંમરના બાળકો પાસે મજૂરીકામ કરાવતા હોવાનું જણાતા જામનગરના શ્રમ અધિકારી ડો. ધ્વનિબેન રામી તથા સ્ટાફે મંગળવારે બપોરના સમયે ચેકિંગ હાથ ધરતા આ કારખાનામાંથી બાળ મજૂર મળી આવતા તેને મુકત કરાવી કારખાનેદાર પ્રિતેશ વૈષ્ણવ વિરૂધ્ધ પંચ બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular