Saturday, December 14, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસશિયાળામાં શું ખાવું અને શું ન ખાવું જાણીએ...

શિયાળામાં શું ખાવું અને શું ન ખાવું જાણીએ…

- Advertisement -

શિયાળો બરાબર જામ્યો છે આ સીઝનમાં ખોરાક પણ વધુ માત્રામાં લેવાતો હોય છે અને જુદી જુદી વાનગીઓ આરોગવાનું પણ ખૂબ મન થાય છે. ત્યારે શિયાળામાં ખરેખર કઇ કઇ શાકભાજીઓ ખાવા જોઇએ અને શું ખાવાથી દૂર રહેવું જોઇએ ચાલો જાણીએ…
શિયાળામાં કયા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે જેના માટે ડો. વિભુ કહે છે કે, આ સીઝનમાં પાલક ખાવી સારી છે. પાલકમાંથી આર્યન, કેલ્સિયમ અને વિટામિન મળી રહે છે જેનાથી હાડકા મજબુત થાય છે. અને શરીરમાં લોહી વધુ બને છે. અને લોહીનો ફલો પણ શરીરમાં વધે છે. ત્યારબાદ કોબીજ પણ આ સીઝનમાં ખૂબ ગુણકારી છે. તેમાં વિટામિન સી અને ફાઈબર હોય છે. વિટામિન સી એક એન્ટીઓકસીડેન્ટ છે. જે ડેડસેલ્સને બોડીમાંથી રીમુવ કરે છે.
ત્યારબાદ ગાજર પણ શિયાળામાં શરીર માટે ફાયદાકારક છે. જ્યારે વટાણા પણ ખૂબ સારા પડે છે. ગાજરમાંથી વિટામિન એ મળે છે જે શરીર માટે ખુબ જરૂરી છે. આ સિવાય સલગમ અને મુળા પણ શિયાળા માટે ખાવાલાયક શાકભાજી છે. જે શરીરને સ્વસ્થ રાખે છે.
શિયાળામાં શું ખાવા પીવાનું અવોઇડ કરવું જોઇએના જવાબમાં તેઓ જણાવે છે કે, શિયાળામાં ઠંડુ પાણી અને જયુસ એવોઇડ કરવું જોઇએ તેના કારણે શરદી, ઉધરસ અને ગળામાં સોજો જેવી સમસ્યાઓ સર્જાય છે. તેના કરતા શિયાળામાં નવસેકુ પાણી પીવું ફાયદાકારક છે. જેનાથી ગળુ સાફ રહે છે આ ઉપરાંત આપણે જોઇએ છીએ કે શિયાળામાં લોકો ગરમ ચા-કોફીછ વધુ પીતા જોઇએ છીએ. પરંતુ તે વધુ માત્રામાં લેવું સારું નથી. અને શિયાળામાં મસાલદેાર જમવાનું ટાળવું જોઇએ અને શિયાળાની સીઝનમાં મળતા લીલા શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular