આયુર્વેદની દ્રષ્ટિએ શિયાળોએ ઋતુઓનો રાજા છે. આ ઋતુ શરીરને તંદુરસ્ત બનાવવા માટે ખૂબ મહતવની સીઝન છે. ત્યારે આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા આપણને જણાવે છે કે, શિયાળામં બપોરના ભોજનમાં શું ખાવું અને શું ન ખાવું જોએ તો ચાલો જાણીએ….
શું ખાવું
- ઉચ્ચ પોષક તત્વોવાળી દાળ, ભાત અને શાકભાજી
તાજા શાકભાજીથી બનેલું ભોજન આરોગ્ય માટે ઉતમ છે. મગની દાળ, તુવેરદાળ કે ચણાની દાળ જેવી પાચનશકિત વધારતી દાળોને પસંદ કરો. - ચપાતી અથવા પરાઠા
ઘઉં, બાજરી અથવા મકાઇના રોટલા શરીરને ગરમ રાખે છે. ઘી નાખીને પરાઠા ખાવાથી ઉર્જા મળે છે. - શાકભાજીનો સમાવેશ
શિયાળામાં ગાજર, બીટ, મકાઇ, સલગમ, પાલક, મેથી વગેરે શાકભાજીનો ઉપયોગ કરવો. - સુપ અથવા કઢી
ગરમ સુપ અથવા કઢી પાચન માટે ઉત્તમ છે. તે શરીરને ગરમ રાખે છે. - લસણ અને આદુ
આદુ અને લસણ શરીરને ગરમ રાખવામાં અને રોગ પ્રતિકારક શકિત વધારવામાં મદદ કરે છે. - ગોળ અને તલ
મીઠી વસ્તુમાં ગોળ, તલથી બનેલુ લાડવું કે ચીકકી ખાવાથી શરીરને આવશ્યક તાપ અને ઉર્જા મળે છે.
શું ટાળવું ?
- ઠંડા પદાર્થો-દહીં, ઠંડા પીણા માટે આઇસ્ક્રીમ જેવા ઠંડા પદાર્થો
- જાડું અથવા તેલવાળું
વધુ પડતું તેલ ટાળવું જોઇએ તળેલી વસ્તુઓ પાચન માટે સમસ્યા પેદા કરે છે. - પ્રોસેસ્ડ ફુડ
પેકેજડ અને જંક ફુડ ન ખાવું જોઇએ. - પચવામાં વાર લાગેે તેવું
મીઠાઇ અથવા વધુ મસાલાવાળી વસ્તુઓ ટાળવી જોઇએ.