આપણા હાથો સતત વ્યસ હોય છે. કામમાં પરંતુ જ્યારે આપણે ફ્રી હોય છે ત્યારે આપણા અંગુઠાને આરામ જ નથી મળતો કારણ કે આપણે સતત રીલ્સને સ્ક્રોલ કરીયા કરીએ છીએ ત્યારે ઇન્સ્ટાગ્રામના આ નવા ફીચરથી હવે રીલ્સ જોવા માટે બહુ મહેનત નહી કરવી પડે ઇન્સ્ટાના ઓટો સ્ક્રોલ ફીચર્સની મદદથી ઘણા યુઝર્સને ફાયદો થવાનો છે.
ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર એક નવુ ફીચર આવ્યુ છે જે ઓટોમેટીક સ્ક્રોલીંગનો વિકલ્પ આપશે. હાલમાં આ ફીચરનું પરીક્ષણ કેટલાક યુઝર્સ સાથે કરાયુ છે. જે ખુબ ઉપયોગી છે. યુઝર્સ ઇચ્છે તો તેને ચાલુ અથવા બંધ કરી શકે છે. આ સુવિધા સોશિયલ મીડીયા એટસની દુનિયામાં ગેમ ચેન્જર સાબીત થઇ શકે છે. આ સુવિધા હાલમાં પરીક્ષણના તબકકામાં છે. ઇન્સ્ટાગ્રામે આ ફીચરનું રીલ આઉટ શરૂ કરી દીધુ છે. ઇન્સ્ટાગ્રામનું આ અદભૂત ફીચર દ્વારા લોકો માટે ઉપયોગી થશે જેઓ રીલ્સ બદલવા માટે વારંવાર સ્ક્રીન સ્કોલ કરે છે. ત્યારે ચાલો જાણીએ આ ફીચર કેવી રીતે કામ કરશે??
આ ફીચરને એકટીવ કરવા સેટીંગ્સમાં ઓટો સ્કોલ નામનું ફીચર જોવા મળે છે. જો તેને ઓન કરવામાં આવે તો એક રીલ પુર્ણ થયા પછી બીજી રીલ ચાલુ થશે. અહી એ કહેવુ પડે કે એક રીલ પુર્ણ થયા પછી જ બીજી પોતાની જાતે જ આવી જશે. યુઝર્સ ધારે તો પોતાની મરજી મુજબ આ ફીચરને ચાલુ કે બંધ કરી શકે છે.


