પાણી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. રોજ 6 થી 7 ગ્લાસ પાણી ઓછામાં ઓછું પીવું જોઇએ તેવું આપણે ઘણી વખત સાંભળ્યું હશે. તેમજ ઘણી વખત આપણે ઘણા લોકોને સવારના ઉઠતાવેત ગરમ પાણીના ગ્લાસ પીતા પણ જોયા હશે. ત્યારે શું આપ જાણો છો કે સવારે ઉઠીને ગરમ પાણી પીવાનું શું મહત્વ છે. આયુર્વેકિ દુનિયાના અમન ચુડાસમા આપણને ગરમ પાણી પીવાનું શું મહત્વ છે તે જણાવે છે.
1. જઠરાગ્નિ મજબુત બનાવે
ગરમ પાણી પીવાથી પાચન તંત્ર મજબુત થાય છે અને જઠરાગ્નિ (હજમાની શકિત ) સક્રિય થાય છે.
2. વિષાકત પદાર્થો દૂર કરે
ગરમ પાણી શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરવામાં મદદ કરે છે. જેનાથી ત્વચા ચમકદાર બને છે અને આરોગ્ય સુધરે છે.
3. કબજિયાતમાં રાહત
ગરમ પાણી પીવાથી આંતરડાનું મુલાયમીકરણ થાય છે. જેનાથી કબજિયાત ની સમસ્યા દૂર થાય છે.
4. વજન ઘટાડવામાં મદદરૂપ
સુતેલા શરીરને ઉર્જાવાન બનાવે છે અને ચરબી ઓગળવા સહાય કરે છે જે વજન નિયંત્રણ માટે ફાયદાકારક છે.
5. રકતપ્રસરણ સુધારે
ગરમ પાણી રકત પ્રસરણમાં સુધારો કરે છે જેનાથી હૃદય અને મગજ સારું કાર્ય કરે છે.
6. પ્રાકૃતિક ડિટોકસ
સવારમાં ખાલી પેટ ગરમ પાણી પીવાથી લિવર અને કિડની સાફ રહે છે.
7. આમાશયની તકલીફમાં રાહત
તે ગેસ, એસિડીટી અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ દૂર કરે છે.
આમ સવારે ઉઠતાની સાથે ખાલી પેટે 1-2 ગ્લાસ નવસેકુ ગરમ પાણી પીવું પાણીમાં લીંબુ અને મધ ઉમેરવાથી વધુ ફાયદો થાય છે.
(અસ્વીકરણ : સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)