હાલ તહેવારોની મોસમ ચાલી રહી છે. લોકો ખરીદીના મુડમાં જોવા મળતા હોય છે. તેમજ વેકેશનની રજાઓમાં પણ જ્યારે ફરવા જવું છે તો પણ સતત કંઈકને કંઈક નવું ખરીદવા માટે ઉત્સાહી રહેતા હોય છે ત્યારે આજના આધુનિક યુગમાં ખરીદી માટે સૌના પ્રિય બની ગયા છે મોલ. કે જયાં એક જ જગ્યા પર તમને ઘરના તમામ સભ્યો માટેની ખરીદી કરી શકો છો. આ ઉપરાંત મોલ એ ફકત ખરીદી માટે જ નહીં પરંતુ, હરવા ફરવાના સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે. ત્યારે ચાલો જાણીએ ભારતના 6 સૌથી મોટા મોલ જેમાંથી એ કે તો રશિયા પર કબ્જો જમાવી લીધો છે. તો ચાલો જાણીએ.
એમ્બિયન્સ મોલ (ગુરૂગ્રામ)
આ દિલ્હી એનસીઆરનો પ્રિમીયમ મોલ છે. આશરે 1.8 મિલિયન ચોરસ ફુટમાં ફેલાયેલા તેમાં આંતરરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ, મોટી દુકાનો અને એક વૈભવી ફુટ કોર્ટ છે.

ડીએલએફ મોલ ઓફ ઈન્ડિયા (નોઇડા)
આ પ્રભાવશાળી સાત માળનો મોલ ખુબ જ લોકપ્રિય છે. તે લગભગ બે મિલિયન ચોરસ ફુટમાં ફેલાયેલો છે અને તેમાં 300 થી વધુ સ્ટોર્સ અને 70+ ફુડ આઉટપ્લેટસ છે.

સરથ સિટી કેપિટલ મોલ (હૈદરાબાદ)
આ હૈદરાબાદનો સૌથી મોટો મોલ છે. આશરે 2.7 મિલિયન ચોરસ ફુટમાં ફેલાયેલો તેમાં 450 થી વધુ દુકાનો અને મનોરંજનના વિકલ્પો છે.

ફોનિકસ માર્કેટ સિટી (મુંબઇ)
ફોનિકસ માર્કેટ સિટી મોલ મુંબઇમાં એક આશરે 2.1 મિલિયન ચોરસ ફુટમાં ફેલાયેલો મોલ છે. જે વિશ્ર્વ કક્ષાના શોપિંગ, ડાઈનિંગ અને મુવી અનુભવો પ્રદાન કરે છે તેનેે ભારતનો બીજો સૌથી મોટો મોલ પણ માનવામાં આવે છે.

વર્લ્ડ ટ્રેડપાર્ક (જયપુર)
આ મોલ તેની રાજસ્થાની શાદી ડિઝાઈન સાથે આકર્ષણનું કેન્દ્ર છે. 1.3 ની મિલિયન ચોરસ ફુટનો આ મોલ તેના અનોખા સ્થાપત્ય અને હાઈટેક ડિઝાઈન માટે જાણીતો છે.

લુલુ ઈન્ટરનેશનલ મોલ (કોચી)
અનેક અહેવાલો અનુસાર કોચી ખાતે આવેલો લુલુ ઈન્ટરનેશનલ મોલ ભારતનો સૌથી મોટો મોલ છે તેનો કુલ બિલ્ટઅપ વિસ્તાર 2.5 મિલિયન ચોરસફુટથી વધુ છે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાના સૌથી મોટા મોલમાંનો એક છે.
બ્રાન્ડસ અને ફુડ વિકલ્પો
આ મોલ્સમાં મોટાભાગે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડસ, ફેશન સ્ટોર્સ, ઇલેકટ્રોનિકસ અને કાફે હોય છે. આ મોલ્સમાં મુવી થિયેટર, કિડસ ઝોન, ગેમિંગ એરિયા અને લાઇવ મ્યુઝિક જેવી ઘણી મનોરંજક સુવિધાઓ ઉપલબ્ધ છે. આમ, ખરીદીના આ માહોલમાં મોલની મુલાકાત એ મનોરંજન સાથે શોપિંગ પુરી પાડે છે.


