ભારતના જુદા જુદા રાજ્યો જુદી જુદી ભૌગોલિક સ્થિતિ ધરાવે છે. ત્યારે લગભગ દરેક રાજ્યોમાં ત્યાંની આબોહવા અને પ્રજાતિ અનુસાર સંસ્કૃતિ અને રીતરીવાજ અને જુદી જુદી બોલીઓ જોવા મળે છે ત્યારે આશ્ચર્યની વાત એ છે કે અહીંના બે પાડોશી રાજ્યો વિશે વાત કરીએ તો એ એવા છે કે જેમાંથી એક રાજ્ય સાપની ભરમાર જોવા મળે છે. તો તેના પાડોશી બીજા રાજ્યમાં કુદરતી રીતે સાપ મુકત છે ત્યારે ચાલો આ રાજ્ય વિશે જાણીએ….
લક્ષદ્વિપ ફકત 32 ચોરસ કિલોમીટરમાં ફેરાયેલું છે છતાં તેમાં આશરે 64000 રહેવાસીઓ છે. જેમાંથી મોટાભાગના મુસ્લિમ છે. જેમાં કેટલાંક હિન્દુઓ, બોધ્ધો અને અન્ય ધર્મના અનુયાયીઓ છે. આ 36 ટાપુઓમાંથી ફકત 10 ટાપુઓ પર જ વસ્તી છે. કેટલાંક ટાપુઓમાં 100 થી ઓછા રહેવાસીઓ છે.
રસપ્રદ વાત એ છે કે લક્ષદ્વિપનું પાડોશી રાજ્ય કેરળ છે કેરળ ભારતમાં સૌથી વધુ સાપની પ્રજાતિઓ ધરાવતું રાજ્ય છે. તેના પાડોશી રાજ્યમાં કોઇ સાપની ગેરહાજરી ખાસ કરીને રસપ્રદ છે. લક્ષદ્વિપ વન્યજીવનથી સમૃધ્ધ છે. પક્ષી પ્રેમીઓ કાગડાથી લઇને ભવ્ય દરિયાઈ પક્ષીઓ સુધી વિવિધ પ્રકારના રંગબેરંગી પક્ષીઓ જોઇ શકે છે. જેમાં પિટ્ટી ટાપુ એક પ્રખ્યાત પક્ષી અભ્યારણ્ય છે, જે સેંકડો પ્રજાતિઓનું ઘર છે. ભારતમાં આ એક એવી જગ્યા છે જ્યાં ન તો સાપ છે કે ન તો કુતરા. તે લક્ષદ્વિપ છે જે અરબી સમુદ્રમાં સ્થિત ભારતનું રત્ન છે. અહીં પાલતુ શ્વાનને પણ સાથે લઇ જઇ શકતા નથી. 36 ટાપુઓથી બનેલો આ નાનો કેન્દ્રશાસિત પ્રદેશ ફકત દરિયા કિનારા પ્રેમીઓ માટે સ્વર્ગ જ નથી પણ કાળજીપુર્વક સાચવેલ ઈકોલોજીકલ અભ્યારણ્ય પણ છે. વન્ય જીવનની વિપલતાને કારણે લક્ષદ્વિપ ભારતનો એકમાત્ર પ્રદેશ છે. જ્યાં કોઇ શ્વાન કે સાપ નથી. આ એક એવું રાજ્ય છે જે હડકવા મુકત છે. આજ સુધી એકપણ સાપ કરડવાનો કેસ નોંધાયો નથી. ત્યારે સ્થાનિક વહિવટી તંત્ર ટાપુઓની નાજુક ઈકો સિસ્ટમનું રક્ષણ કરવા માટે પ્રતિબધ્ધ છે. લક્ષદ્વિપના વનસ્પતિ અને પ્રાણી સુષ્ટિ પરના અભ્યાસો અનુસાર આ ટાપુઓ કુદરતી રીતે સાપમુકત છે.


