જામનગર શહેરના બેડી વિસ્તાારમાં આવેલા ઈકબાલ ચોકમાં રેતી સારતા હોવાનું સારું નહીં લાગતા શખ્સે યુવાન ઉપર ઈકબાલ ચોક વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીંકયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગરના બેડીમાં ગઢવાળી સ્કૂલ પાછળ રહેતાં રીક્ષા ચલાવતા ફારુક દાઉદ માણેક નામનો યુવાન તેના ઘરનું રીપેરીંગ કામ કરાવતો હતો. તેથી તેણે રેતીનું ડમ્પર પોતાના ઘર પાસે ઢગલો કરી સારતો હતો. આ રેતી સારવાનું સારું નહીં લાગતા અબ્બાસ ઈસ્માઈલ સુંભાણિયા નામના શખ્સે ફારુક ઉપર છરીના બે ઘા ઝીંકી ઈજ પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો જે.ડી.ઝાલા તથા સ્ટાફે ફારુકના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.