જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલા રેલવે સ્ટેશનના બાંકડા પર નિંદ્રાધિન યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતા યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામના રેલવે સ્ટેશનના બાંકડા પર નિંદ્રાધિન કનૈયાલાલ (ઉ.વ.આશરે 35) નામના યુવાન ઉપર ગત રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ છાતીના ભાગમાં છરીનો ઘા ઝીંકી પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ ઘવાયેલા યુવાનને છાતીમાં છરી સાથે જ 108 એમ્બ્યુલન્સમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પંચ એ પોલીસ સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્ત યુવાનના નિવેદનના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.