જામનગર શહેરના દિગ્જામ મિલ પાછળ ગાયત્રીનગરમાં રહેતાં વેપારીની દુકાને સામાન લેવા આવેલા શખ્સ પાસે રૂપિયાની માંગણી કરતાં શખ્સે છરી વડે હુમલો કરી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્જામ મિલ મહાકાળી મંદિર પાછળ આવેલા ગાયત્રીનગર શેરી નં.1 માં રહેતાં ભીમશીભાઈ વીરાભાઈ કરંગીયા નામના વેપારી યુવાનની દુકાને ગુરૂવારે રાવલવાસમાં રહેતો આકાશ પરમાર ઉર્ફે 108 નામનો શખ્સ સામાન ખરીદી કરવા આવ્યો હતો. અને સામાન આપ્યા બાદ વેપારી એ રૂપિયાની માંગણી કરતાં આકાશે વેપારીને ગાળો કાઢી અને તેની પાસે રહેલી છરીનો ઘા ઝીંકી હવે પૈસાનું નામ લેતો નહીં નહીં તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ઈજાગ્રસ્ત વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.વી. રાઠોડ તથા સ્ટાફે આકાશ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.