જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ અને માનદમંત્રી રમેશભાઈ દત્તાણેની યાદી જણાવે છે કે, જામનગરમાં વસવાટ કરતાં લોહાણા જ્ઞાતીના દરિદ્ર નારાયણ કાર્ડધારકોને મકર સંક્ાંતના પર્વ નિમિત્તે મુખ્ય દાતા તરીકે એક જલારામ ભક્ત તથા સ્વ. નારણદાસ પોપટલાલ રૂપારેલ હ. રસિકભાઈ, સ્વ. ચંપાબેન નિહાલચંદ કક્કર હ. જયંતભાઈ, સ્વ. બચુબેન ત્રિભોવનદાસ જોબનપુત્રા પરીવાર, સ્વ. પુષ્પાબેન પરષોતમભ હિંડોચા હ. અજીતભાઈ, સ્વ. કંકુબેન મણીલાલ સોમૈયા હ. હરેશભાઈ, સ્વ. કંચનબેન નટવરલાલ દતાણી પરીવાર, હસ્તે વિજયભાઈ દતાણી તેમજ મૃદુલાબેન મહેશભાઇ ચાગલાણી હ. મહેશભાઇ જેવા દાતાઓના સહયોગથી સંક્રાંતના પર્વ નિમિતે ચીકી, તલના લાડુ, મમરાના લાડુ, ગોળ, મમરા, જીંજરા સરહત 17થી પણ વધારે ચીજ વસ્તુઓ સહિતની એક કીટ 250 જેટલા કાર્ડધારક પરીવારોને તા. 9ના રોજ સવારે સર્વે દાતાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જામનગર લોહાણા મહાજનવાડી પંચેશ્વર ટાવર ખાતેથી આપવામાં આવેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા જ્ઞાતિના કાર્યકરો મનોજભાઇ અમલાણી, રાજુભાઇ હિંડોચા, રાજુભાઇ પતાણી, નરોતમભાઈ થોભાણી, શૈલેશભાઈ કારીયા, નવનીતભાઈ સોમૈયા, પીયૂષભાઈ મજીઠીયા, ભાવેશ દત્તાણી, સોઢાભાઈ, નલિનભાઈ અમલાણી, નિલેષભાઈ પાબારી, હર્ષભાઈ, રજનીશભાઈ, રેશ્માબેન સહિતના તમામ લોકોએ જહેમત ઊઠવી હતી.