Thursday, January 15, 2026
Homeરાજ્યજામનગરપતંગની દોરી માનવીઓ માટે પણ ઘાતક બની - VIDEO

પતંગની દોરી માનવીઓ માટે પણ ઘાતક બની – VIDEO

14 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા

જામનગરમાં ગઇકાલે ઉતરાયણની ઉજવણી દરમિયાન કેટલાક માનવીઓ પણ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયા હતાં. જેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં એક વ્યકિત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

જામનગરમાં પતંગ રસીકોએ ગઇકાલે મનભરીને ઉતરાયણની ઉજવણી કરી પતંગો ચગાવ્યા હતાં. પતંગની દોરી પક્ષીઓ માટે ઘાતક બનતી હોય છે. પક્ષીઓની સાથે સાથે માનવીઓ માટે પણ પતંગની દોરી ઘાતક બની હતી. છેલ્લા 24 કલાક દરમિયાન પતંગ ઉડાડતા અને દોરીના કારણે ઇજાગ્રસ્ત થયાના 14 જેટલા કેસો જી.જી. હોસ્પિટલમાં સામે આવ્યા હતાં. જેમાં સાત રસ્તાથી ગાડીમાં પસાર થઇ રહેલા રાજેશભાઇ મકવાણા પતંગની દોરીથી વધુ ઇજાગ્રસ્ત થતાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમની ઇજા વધુ ગંભીર હોય દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય વ્યકિતઓને સારવાર આપી રજા આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular