Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના હાપા યાર્ડ નજીક ઘેટા ચરાવતા વૃદ્ધની નિર્મમ હત્યા

જામનગરના હાપા યાર્ડ નજીક ઘેટા ચરાવતા વૃદ્ધની નિર્મમ હત્યા

શુક્રવારે સાંજના અજાણ્યા શખ્સો દ્વારા ઘાતક હથિયારો વડે હુમલો : સારવાર કારગત નિવડે તે પુર્વે મોત : પોલીસ દ્વારા હત્યારાઓની શોધખોળ

- Advertisement -

જામનગર શહેર નજીક હાપા માર્કેટીંગ યાર્ડ પાછળના જરોઘોડા વાડી વિસ્તારમાં શુક્રવારે સાંજના સમયે ઘેટા-બકરા ચરાવતા વૃદ્ધ ઉપર અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયારો વડે માથામાં અને આંખ ઉપર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સામતપીર ગામમાં રહેતાં ખેતાભાઈ હઠાભાઈ ચાવડિયા (ઉ.વ.70) નામના વૃદ્ધ શુક્રવારે સાંજના સમયે હાપા માર્કેટીંગ યાર્ડની પાછળ આવેલા જરોઘોડા વાડી વિસ્તારમાં તેના ઘેટા-બકરા ચરાવતા હતાં તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ આવીને વૃદ્ધ ઉપર પ્રાણઘાતક હથિયાર વડે માથાના ભાગે, જમણા કાને, જમણી આંખ ઉપર તથા દાઢીના ભાગે જીવલેણ ઘા ઝીંકતા વૃધ્ધ સ્થળ પર ઢળી પડયા હતાં. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર વાલાભાઈ ભરવાડ દ્વારા જાણ કરાતા પીઆઈ એમ. જે. જલુ તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.

પોલીસે મૃતકના પુત્રના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે કયા કારણોસર વૃદ્ધની હત્યા નિપજાવવામાં આવી ? તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. ઉ5રાંત ઘટનાસ્થળની આજુબાજુમાં પણ લોકોની પુછપરછ કરી હત્યારાઓનું સગડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular