Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડ પંથકમાં માસુમ બાળાનું અપહરણ: પરપ્રાંતિય શખ્સ સામે ગુનો

ભાણવડ પંથકમાં માસુમ બાળાનું અપહરણ: પરપ્રાંતિય શખ્સ સામે ગુનો

- Advertisement -

ભાણવડ તાલુકાના વેરાડ ગામની સીમમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 11 વર્ષ ત્રણ માસની વયની બાળાને ગત તારીખ 30 ના રોજ ખેડા જિલ્લાના રહીશ એવા શૈલેષ નામના એક શખ્સ દ્વારા લલચાવી- ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ બાળાના પિતા દ્વારા ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 પોકસો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીં સી.પી.આઈ. વી.વી. વાગડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular