Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજોડિયા પંથકની તરૂણીનું અપહરણ

જોડિયા પંથકની તરૂણીનું અપહરણ

- Advertisement -

જોડિયા પંથકમાંથી તરૂણીને મોરબીના બેલા ગામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જોડિયા પંથકમાં રહેતી 17 વર્ષની તરૂણીને મોરબી જિલ્લાના બેલા ગામમાં રહેતો હેદર દોસમામદ જામ નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના તથા બદકામ કરવાના ઈરાદે ભગાડીને અપહરણ કરી ગયો હતો આ બનાવ અંગે તરૂણીના પરિવારજનો દ્વારા જાણ કરાતા સીપીઆઇ એમ બી ગજ્જર તથા સ્ટાફ દ્વારા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તરૂણી અને શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular