જામનગર શહેરમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની લાખાબાવળના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જામનગર શહેરમાં રહેતી 15 વર્ષ અને સાડા પાંચ માસની સગીરાને લાખાબાવળનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ દઈને વાલીપણામાંથી ભગાડી ગયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. લાખાબાવળ ગામે રહેતાં સાહીલ જાવીદ ગુજરાતી નામના શખ્સ વિરુધ્ધ જામનગર સિટી એ ડીવીઝનમાં આઇપીસી કલમ 363, 366 અને પોકસો કલમ 12 મુજબ ફરિયાદ નોંધાતા પીએસઆઈ યુ.પી.પરમાર દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.