પાકિસ્તાન દ્રારા ત્રણ બોટ સાથે 35 માછીમારોના અપહરણ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનને આ અગાઉ પણ અનેક વખત પોરબંદર અને વેરાવળના દરિયાકિનારેથી માછીમારોના અપહરણ કર્યા છે. થોડા દિવસો પહેલા જ ચાર બોટ સાથે 24 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હતા.
આજે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પોરબંદરની 6 બોટ અને 35 માછીમારોના અપહરણ થયા છે. ભારતીય જળસીમા નજીક બોટો ફિશિંગ કરી રહી હતી તે દરમ્યાન પાક મરીન સિક્યુરીટીની શીપ ત્યાં ધસી આવી હતી અને બંદુકના નાળચે પોરબંદરની 6 બોટ અને તેમાં સવાર આશરે 35 માછીમારોના અપહરણ કર્યા છે. અને તમામને કરાચી તરફ લઇ જવામાં આવ્યા છે. કયા લોકોના અપહરણ કરવામાં આવ્યા છે તેના નામ હજુ સુધી સામે આવ્યા નથી. પાકિસ્તાન દ્રારા અવારનવાર ભારતીય જળસીમામાં ઘુસીને માછીમારોના અપહરણ કરવામાં આવે છે. જેની સામે માછીમારો અને તેના પરિવારજનોમાં રોષ વધી રહ્યો છે.