જામનગરના મોરકંડામાં રહેતી સગીરાને દરેડનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપરહણ કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરના મોરકંડા વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરાનું જામનગરના દરેડમાં રહેતો રાજુભાઈ હરિભાઈ હરિયાણી નામનો શખ્સ લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયાના બનાવમાં પીઆઇ કે.જે.ભોયે તથા તથા સ્ટાફે અપહરણનો ગુનો નોંધી આરોપીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.