ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રૂા. 1.20 કરોડના ખર્ચે આહિર સમાજ વાડી નં.2 નું ખાતમુહુર્ત રાજયના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે અગ્રણી સાજણભાઇ રાવલીયા પાલાભઇ કરમુર, હરિભાઇ નકુમ, સગાભાઇ રાવલીયા, હમીરભાઇ કનારા, જીગ્નેશભાઇ પરમાર, દેવસીભાઇ કરમુર, કરશનભાઇ ભેડા, મુકેશભાઇ વાવણોટીયા, ગોવિંદભાઇ કનારા, રામદેભાઇ કરમુર, વ્રજસીભાઇ નંદાણીયા, રમેશભાઇ ગાગલીયા, સરપંચ રાજસીભાઇ કનારા ઉપસરપંચ મયુરભાઇ ગાગલીયા તથા ગ્રામ પંચાયતના સદસ્યો અગ્રણી ગ્રામજનો સારી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવેલ કે, સમરસ ગામમાં સૌ એ સાથે મળી એકતાના પ્રતિક સમાન સમાજને ઉપયોગી એવી પરિવાર દ્વારા ધાર્મિક પ્રસંગે એકત્રિત થયેલ ભંડોળ રૂા. 1.20 કરોડના ખર્ચે વિશાળ જગ્યામાં સમાજવાડી તૈયાર થશે. જે સૌ ગ્રામજનોને સગવડતા અને સુવિધામાં વધારો થશે. આભારવિધી સરપંચ રાજસીભાઇ કનારાએ કરી હતી. સંચાલન પાલાભાઇ કરમુર દ્વારા કરવામાં આવ્યું હતું.