જામનગર જિલ્લામાં સ્થિત કાલાવડ તાલુકા ખાતે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે નિર્માણાધીન તાલુકા રમત સંકુલનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષ 2025 સુધીમાંં રૂા. 6.5 કરોડના ખર્ચે તાલુકા કક્ષાના ભવ્ય રમત ગમત સંકુલનું નિર્માણ કરવામાંં આવશે. આ રમત સંકુલના નિર્માણ થકી ગ્રામ્ય વિસ્તારના અને છેવાડાના બાળકોને રમત ગમત ક્ષેત્રમાંં આગળ આવવાની સુવર્ણ તક પ્રાપ્ત થશે.
આ કાર્યક્રમ દરમિયાન અગ્રણી રમેશભાઈ મુંગરા, જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રા, ભાનુભાઈ, સંજયભાઈ ડાંગર તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.