ખંભાળિયાના ગુંદીચોક વિસ્તારમાં રહેતા રાખીબેન કિર્તીભાઈ નામની 34 વર્ષની યુવતીએ જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા તેજસ નવલભાઈ મોખરા નામના શખ્સને તેના દીકરાના ઓપરેશન માટે રૂ. 3 લાખ રોકડા તથા રૂપિયા એક લાખની કિંમતના ત્રણ તોલાના ચેનને બે મહિનામાં પરત આપવાના વિશ્વાસે આપ્યા હતા. જે આરોપી તેજસ મોખરાએ પરત ન આપતા રાખીબેન જટણીયા દ્વારા તેણીની સાથે રૂપિયા 4 લાખના વિશ્વાસઘાત અને છેતરપિંડી થવા સબબ ખંભાળિયા પોલીસ મથકના ધોરણસર ફરિયાદ નોંધ કરવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 406 તથા 420 મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.