Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયા: કોરોના ગાઈડ લાઈનની અમલવારી કરાવવામાં નિષ્ફળ ગયેલા બેંક અધિકારી સામે ગુનો

ખંભાળિયા: કોરોના ગાઈડ લાઈનની અમલવારી કરાવવામાં નિષ્ફળ ગયેલા બેંક અધિકારી સામે ગુનો

લોકોની ભીડ એકત્ર થતા બેંક ઓફ બરોડાના મેનેજર સામે પોલીસ કાર્યવાહી

- Advertisement -

ખંભાળિયા શહેરમાં આવેલી એક બેંકમાં ગ્રાહકોની ભીડ ઉમટતાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોના જાહેરનામાની અમલવારી કરાવવા માટે ઉણા ઉતરેલા બેંકના મેનેજર સામે અહીંના પોલીસ મથકમાં જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ અંગેની વિગત મુજબ ખંભાળિયામાં ચોખંડા રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં થોડા દિવસ પૂર્વે ખેડૂતો, વેપારીઓ સહિતના ગ્રાહકો બેંક કામગીરી અર્થે મોટી સંખ્યામાં આવ્યા હતા. હાલ કોરોના વાયરસ અંગે જિલ્લા કલેકટર દ્વારા ચોક્કસ પ્રકારની ગાઈડ લાઈનની અમલવારી કરવા અંગેનું જાહેરનામું હોવાથી આ હુકમની અમલવારી કરાવવાની જવાબદારી બેંક સત્તાવાળાઓની રહે છે. પરંતુ ગત તારીખ 1 જૂનના રોજ અત્રે ચોખંડા રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવા અંગેનો વિડીયો વાયરલ થતાં આ મુદ્દે ખંભાળિયા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી, અહીંના પી.આઈ. વી.વી. વાગડીયા દ્વારા વિડિયો અંગેની ખરાઇ કરાવી, બેંકના મેનેજર તરીકે કામ કરતા અને હાલ જામનગર રહેતા કૃપેશકુમાર કુબેરપ્રસાદ (ઉ.વ. 44) સામે જાહેરનામા ભંગ સબબ કલમ 188 મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત કોરોના અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ દ્વારકામાં સાહિલ જીલાની વેતરણ, બાપભા વિઘાભા માણેક સામે, ભરત નગાભાઈ ચાવડા અને રણજીત વલ્લભદાસ દત્તાણી સામે કલ્યાણપુરમાં અને હરેશ રણમલભાઇ ખીટ સામે ભાણવડ પોલીસ મથકમાં કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular