ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા શહેર ભાજપ દ્વારા બે દિવસના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયામાં બરછા હોલ ખાતે શનિવારે તથા રવિવારે યોજવામાં આવેલા આ પ્રશિક્ષણ વર્ગમાં જુદા જુદા વિષયો પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં પાર્ટીના અપેક્ષિત હોદેદારો, કાર્યકરો સાથે મોટી સંખ્યામાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર તથા પીયૂષભાઈ કણજારીયા અને ટીમ દ્વારા સુંદર આયોજન કરી, આ પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.