તા.2 ઓકટોબર ગાંધી જયંતીની જામનગર સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં ભાજપા દ્વારા ગાંધીજયંતી નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતાં. આ ઉપરાંત જામનગરના ખાદી ભંડાર ખાતેથી ખાદીની ખરીદી પણ કરવામાંં આવી હતી. મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર દક્ષિણ વિધાનસભા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઈ નાખવા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, શહેર ભાજપા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, જિલ્લા ભાજપા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ, કોર્પોરેટરો અરવિંદભાઈ સભાયા, ગોપાલભાઈ સોરઠીયા, પુર્વ શહેર ભાજપા પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વસંતભાઈ ગોરી સહિતના અગ્રણીઓ ભાજપાના હોદેદારો – કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી ખાદીની ખરીદી કરી હતી.