Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરભણગોર નજીકના વોકરામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

ભણગોર નજીકના વોકરામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

- Advertisement -

લાલપુર તાલુકાના ભણગોર ગામથી જોગરા જવાના રસ્તે આવેલા વોકરામાંથી અજાણ્યા અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ભણગોર ગામથી જોગરા જવાના માર્ગ પર આવેલા કપુરીયા છેલા વોકરમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યાની હરીદાસભાઈ વાછાણી દ્વારા જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમે સ્થળ પર પહોંચી જઇ યુવાનને તપાસતા મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે એએસઆઈ ડી. સી. ગોહિલ તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular