દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વાનાવડ ગામે એમ.સી.સી. ક્રિકેટ કલબ મેદાન ખાતે અંડર-16 ક્રિકેટ મેચ યોજાયો હતો. દ્વારકા જિલ્લા અને જામનગર ગ્રામ્ય વચ્ચે યોજાયેલ અંડર-16 અભ્યાસ મેચમાં દ્વારકા જિલ્લાની ટીમે 50 ઓવરમાં 500 રન બનાવ્યા હતાં. જેમાં દ્વારકાની ટીમ તરફથી પાર્શ્વ હરણ્યાએ 132 બોલમાં 17 છગ્ગા અને 27 ચોક્કાની મદદથી 269 રન બનાવી ઈતિહાસ રચ્યો હતો.