Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં દરિયાકાંઠે માછીમારી નિયમોનું ઉલ્લંઘન કરતા શખ્સો સામે કાર્યવાહી

દ્વારકા જિલ્લામાં દરિયાકાંઠે માછીમારી નિયમોનું ઉલ્લંઘન કરતા શખ્સો સામે કાર્યવાહી

- Advertisement -

દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં આવેલા દરિયાકાંઠે સબીર કાસમ પટેલિયા (ઉ.વ. 41) એ તેની જુગનું નામની માછીમારી બોટમાં ટોકન લીધા વગર માછીમારી કરી, શરતોનો ભંગ કર્યો હતો આ ઉપરાંત અન્ય આસામીઓ અકબર હુસેન ઈસબાની (ઉ.વ. 53), જુસબ સાલેમામદ ઇસબાણી (ઉ.વ. 42) અને સિરાજ હારૂન થૈયમ (ઉ.વ. 28) નામના શખ્સોએ પણ મંજૂરી વગર દરિયામાં માછીમારી કરતા દ્વારકા પોલીસે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા અન્વયે કાર્યવાહી કરી હતી. બેટ દ્વારકા પોલીસે બાલાપર દરિયાકાંઠેથી પરવાનગી વગર માછીમારી કરતા સુલતાન હારૂન સેતા (ઉ.વ. 36) સામે ગુનો નોંધ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular