જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા લોકસભા ચૂંટણી અંતર્ગત જુદા જુદા સમાજો સાથે બેઠકો યોજવામાં આવી રહી છે તેમાં સતવારા અને મહેર સમાજની બેઠક દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. હાલારની દિકરી એવા પૂનમબેનને ત્રીજીવખત વિજયી બનાવવા ગામે ગામ અને દરેક સમાજોમાં બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તાલુકા લેવલે યોજાયા રોડ શો અને સભાઓમાં લોકો સ્વયંભૂ પૂનમબેનની અવિરત વિજયયાત્રામાં જોડાઈ રહ્યા છે. જેમ જેમ ચૂંટણીના દિવસ નજીક આવતા જાય છે તેમ તેમ પ્રચાર-પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે.
12 લોક્સભામાં ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમ સતત તેમના મતક્ષેત્રમાં લોકસેવા અર્થે સમર્પિત રહે છે, આ તબ્બકે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત અન્વયે મહેર સમાજ તથા સતવારા સમાજ દ્વારા પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. આ તબબકે કલ્યાણપુર તાલુકાના મહેર સમાજના આગેવાનો સાથે પૂનમબેન માડમએ બેઠક કરીને રાષ્ટ્રસેવાને સમર્પિત ભારતીય જનતા પાર્ટીને ફરીવાર જીતાડવા અને મોદીને દેશનું સુકાન સોંપવા પોતાનો પવિત્ર અને કિંમતી મત મોદી સરકારને આપવા અપીલ કરી હતી. આ ઉપરાંત સતવારા સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રચંડ સહકાર અને સમર્થન આપી ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરી હતી.
આ તબ્બકે, 12 લોકસભા (જામનગર દેવભૂમિ) દ્વારકાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, કેબિનેટ મિનિસ્ટ મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, ખીમભાઇ ભોચીયા, પરબતભાઇ વરૂ, માલદેભાઇ ગોરાણીયા, રાજાભાઈ ગોરાણીયા, હરભમભાઇ ઓડેદરા, કેશુભાઈ મહેર, પીન્ટુભાઇ અદ્રેજા, કરશનભાઇ મહેર, રમેશભાઈ મહેર, સતવારા સમાજના તા. પ. પ્રમુખ સોમાતભાઈ ચાવડા, તા. ભાજપ પ્રમુખ દેવાયતભાઈ ગોજીયા, બક્ષી. મોરચાના જિલ્લા પ્રમુખ ડી.એલ પરમાર, જી.પ. કારોબારી ચેરમેન જીતેન્દ્ર કણજારીયા, શૈલેષ કણજારીયા, અગ્રણીઓ રતનસીભાઈ કણજારીયા, વિઠ્ઠલભાઈ સોનગરા, વેલાભાઈ ચોપડા, ટપુભાઈ સોનગરા, નારણભાઇ ડાભી, મનજી પરમાર સહિતના સમાજના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.