ઉત્તર રેલવેના શંભુ સ્ટેશન પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને કારણે, 30 એપ્રિલ, 2024 ના રોજ, હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ આંશિક રીતે ડાઇવર્ટ કરેલા રૂટ વાયા જાખલ-ધુરી-લુધિયાણા થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ભોડવાલ માજરી, પાણીપત અને અંબાલા કેંટ સ્ટેશનનો સમાવેશ થાય છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www. enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.