Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરમહાપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેનની કારના ડ્રાઈવરે દવા ગટગટાવી

મહાપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેનની કારના ડ્રાઈવરે દવા ગટગટાવી

ગોકુલનગરમાં મકાન બનાવતા યુવાનને આજુબાજુના શખ્સોનો ત્રાસ : ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ : સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયો : પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકામાં શિક્ષણ સમિતિ ચેરમેનની કારના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા યુવાન ગોકુલનગર વિસ્તારમાં મકાન બનાવતો હતો અને આજુબાજુમાં રહેતા ચારથી પાંચ વ્યક્તિઓ દ્વારા અવાર-નવાર અપાતા ત્રાસથી કંટાળી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેનની કારના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભરતસિંહ વજુભા ચુડાસમા (ઉ.વ.35) નામના યુવાન રડાર રોડ પર તેનું મકાન બનાવતા હતાં. આ મકાનની આજુબાજુમાં રહેતાં ચાર થી પાંચ જેટલા શખ્સો દ્વારા ભરતસિંહને અવાર-નવાર ત્રાસ આપવામાં આવતો હતો. જેના કારણે ટેન્શનમાં યુવાને ગઈકાલે સાંજના સમયે દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને 108 એમ્બ્યુલન્સમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો અને યુવાનનું નિવેદનન મેળવવા તપાસ આરંભી હતી. પોલીસે કયા કારણોસર યુવાને દવા પીધી ? કઇ કઇ વ્યક્તિઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો ? તે અંગેની તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular